ઓડિશામાં જોવા મળ્યું અત્યંત દુર્લભ 'પ્રાણી', કોરોના વાયરસ સાથે છે કનેક્શન!

આ દુનિયા અનેક ચમત્કારોથી ભરેલી છે એમાં કોઈ જ શક નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો અને તેના ફેલાવવાનું કારણ ચીનના ચામાચિડિયા ગણાય છે. સ્થિતિ એવી છે કે લોકો ચામાચિડિયાના નામથી જ ગભરાવવા લાગ્યા છે. આવામાં એક અનોખુ ચામાચિડિયું જોવા મળ્યું છે. 
ઓડિશામાં જોવા મળ્યું અત્યંત દુર્લભ 'પ્રાણી', કોરોના વાયરસ સાથે છે કનેક્શન!

નવી દિલ્હી: આ દુનિયા અનેક ચમત્કારોથી ભરેલી છે એમાં કોઈ જ શક નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો અને તેના ફેલાવવાનું કારણ ચીનના ચામાચિડિયા ગણાય છે. સ્થિતિ એવી છે કે લોકો ચામાચિડિયાના નામથી જ ગભરાવવા લાગ્યા છે. આવામાં એક અનોખુ ચામાચિડિયું જોવા મળ્યું છે. 

ઓડિશામાં મળી આવ્યું અનોખુ ચામાચિડિયું
કોવિડ-19 (Covid-19) ના કારણે બાળકો અને મોટા બધા ચામાચિડિયાથી પરિચિત થઈ ગયા છે. અંગ્રેજીમાં બેટ (bat) નામથી પ્રખ્યાત ચામાચિડિયાની દુનિયાભરમાં અનેક પ્રજાતિઓ મળી આવે છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કાળા ચામાચિડિયા જ જોયા છે અને સામાન્ય રીતે દરેક જગ્યાએ તેની જ તસવીરો જોવા મળે છે. જો કે હાલ ઓડિશામાં ખુબ જ અનોખુ ચામાચિડિયું જોવા મળ્યું છે. વન વિભાગમાં અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચામાચિડિયાની એક તસવીર શેર કરી છે. આ તસવીર ખુબ ખાસ છે કારણ કે તેમાં જોવા મળેલું ચામાચિડિયું કાળા રંગનું નથી પરંતુ નારંગી અને કાળા રંગનું છે. તેને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ કલાકારે ખુબ જ ઝીણવટપૂર્વક તેને પેઈન્ટ કર્યું હોય. તેના ખુબસુરત કલર જોઈને તમે ચામાચિડિયા વિશે ફેલાયેલી નકારાત્મક વાતોને થોડા સમય માટે જાણે ભૂલી જ જશો. આ રંગબેરંગી ચામાચિડિયુ ઓડિશાના ગુણપુર વિસ્તારમાં જોવા મળ્યું હતું. 

Found in India & some of the adjoining countries , including China😂
It is found in arid woodland and is fairly uncommon. pic.twitter.com/ZNFWjOczF8

— Susanta Nanda IFS (@susantananda3) August 26, 2020

દુર્લભ જાતિનું છે 'પેઈન્ટેડ બેટ'
આ રંગબેરંગી પ્રજાતિના બેટને હજુ સુધી કોઈ ખાસ નામ ન આપીને તેને પેઈન્ટેડ બેટ(painted bat) ના નામથી જ ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કેરિવોલા પિક્ટા (Kerivoula picta) છે. તે મોટાભાગે સૂકા વિસ્તારો કે ટ્રી હોલ્સમાં મળી આવે છે. તેનું વજન માત્ર 5 ગ્રામ હોય છે. 38 દાંતવાળું આ ચામાચિડિયું ફક્ત કીડા મકોડા ખાય છે. ચામાચિડિયાની આ પ્રજાતિ ભારત અને ચીન સહિત અનેક એશિયાઈ રાજ્યોમાં મળી આવે છે. ભારતની વાત કરીએ તો ઓડિશા અગાઉ આ ચામાચિડિયું ડિસેમ્બર 2019માં કેરળમાં જોવા મળ્યું હતું. ચામાચિડિયાની બીજી પ્રજાતિઓની સરખામણીમાં આ પેઈન્ટેડ બેટ ખુબ જ સુંદર લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news